ShareChat
click to see wallet page
તું ના છટકી શકે મારા મનમંદિરના દ્વારેથી. તું ના અટકી શકે મારા મનમંદિરના દ્વારેથી. જીહ્વા, કર્ણમાં નામરૂપે તું ટહુકાઓ કરનારો, પાછો ના ફરી શકે મારા મનમંદિરના દ્વારેથી. રહી ઝંખના નિરંતર નયનને સંમુખ દર્શનની, તું ના અવગણી શકે મારા મનમંદિરના દ્વારેથી. સંબંધ જન્મજન્માંતરનો આપણો હરિવર, તું ના એને ભૂલી શકે મારા મનમંદિરના દ્વારેથી. દુગ્ધા દિલની દ્વારકેશ દયાનિધિ દેખી દાતાર, વચનથી ના ફરી શકે મારા મનમંદિરના દ્વારેથી. મુલાકાત મનભરીને મૂરલીધર મનની મુરાદ, વસંત છે ના વળી શકે મારા મનમંદિરના દ્વારેથી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. #🌸આધ્યાત્મિકતા શું છે❓

More like this