પહલગામ હુમલાના નામે વાઇરલ જૂનો વીડિયો, ગુજરાત હેલ્મેટમુક્ત સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢27 એપ્રિલની મુખ્ય અપડેટ્સ🆕

Weekly Wrap : પહલગામ હુમલાના નામે વાઇરલ જૂનો વીડિયો, ગુજરાત હેલ્મેટમુક્ત સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા વિશે ઘણી ડિસઇન્ફર્મેશન સામે આવી છે. જેમાં એક 5 વર્ષ જૂનો કથિત સીઆરપીએફના જવાનનો બૂલેટપ્રૂફ વાહન ન મળવાની ફરિયાદ વિશેનો વાઇરલ વીડિયો શેર કરવામાં આવ્યો. અમારી તપાસમાં વીડિયો પાંચ વર્ષ પહેલાનો નીકળ્યો જેથી દાવો ખોટો પુરવાર થયો. ઉપરાંત ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત થઈ ગયા હોવાનો દાવો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો, જેને પણ તપાસ કરવામાં આવતા તે ખોટો પુરવાર થયો. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં વકફ બિલ સામેના વિરોધ પ્રદર્શન બાદ મુર્શિદાબાદમાં ફેલાયેલ હિંસા મામલે બજરંગદળ વિશેનો એક દાવા સાથેનો વીડિયો વાઇરલ થયો. પરંતુ વીડિયો ખરેખર કર્ણાટકા અને મહારાષ્ટ્રની એક અન્ય ઘટનાનો હોવાનું પુરવાર થયું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
