🍃🍃🌼🍃🍃
🥀 અષાઢ સુદ-૧૫ ગુરુ પૂર્ણિમા...
गुरूर ब्रह्मा गुरूर विष्णु...गुरु देवो महेश्वरा...गुरु साक्षात परब्रह्म...तस्मै श्री गुरुवे नमः ।।
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે...ગુરૂ બીન મીટે નહી ભેદ...ગુરૂ બિન સંશય ના મિટે...ભલે વાંચો ચારે વેદ...
ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે...
ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે...
ગુરુ એ દરેક સવાલનો જવાબ છે...
ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે...
ગુરુ એ ભગવાન સ્વરૂપ છે...
ગુરુ એ જ્ઞાનની વાણી છે...
ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે...
ગુરુ એ એક મિત્ર છે...
ગુરુ એ માર્ગદર્શક છે...
ગુરુ એ અનુભૂતિ છે...
ગુરુ એ પ્રેમ છે...
" ગુરુ " સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે.
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાનો દિવસ ગુરુઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણને માન આપવા મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી, સ્નાન કરીને ગુરુના આશીર્વાદ લે છે. પ્રાર્થના કરે છે અને ગુરૂ દક્ષિણા આપે છે.
તો ચાલો આ વર્ષે આપણા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ, જેઓ આપણા માર્ગદર્શક છે. સફળતા તરફ પહેલું ડગલુ ભરવા પાછળ ગુરુ જવાબદાર હોય છે.
ગુરુ પૂર્ણિમાની શુભ કામનાઓ.
🍃🍃🌼🍃🍃 #હેપ્પી ગુરુપૂર્ણિમા #🙏💐 ગુરુપૂર્ણિમા 💐🙏

