*💐આપણી કલમે સાહિત્ય સરવાણી ગ્રુપ દ્વારા પ્રકાશિત "એપ્રિલ-મે-૨૦૨૫" માસના સુંદર અને આકર્ષક અંક પ્રકાશિત કરવા બદલ હું એડમિન ટીમ આયોજકો બહેન શ્રી નિકી મલય તથા શ્રી જે એમ ભમ્મર સર તથા શ્રી ભવદીપભાઈ વાઘેલા ને અભિનંદન પાઠવું છું જે અંક માં મારી કૃતિ " વાણી થી વહેતું પાણી "ને સ્થાન આપવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરું છું.🙏*
*👉 વાણીથી વહેતું પાણી 👈*
*શબ્દોને સુંદર શણગાર આપી સહજતાથી બોલજો મધુર વાણી,*
*સત્ય સાથે સરળતાથી બોલી કરજો તમારા સંસ્કારની લ્હાણી,*
*કરશો વાણી વિલાસ તો થઈ જશે આબરૂ ધૂળધાણી,*
*બોલો નહીં એવી વાણી વહે કોઈની આંખ માંથી આંસુરૂપે પાણી,*
*ચક્ષુ માંથી વહે અશ્રુ જ્યારે દુભાઈ દિલની લાખેણી લાગણી,*
*પ્રેમ હર્ષ આનંદનાં અતિરેકમાં પણ વહે સ્નેહની સરવાણી,*
*આંખોનું વહેતું આંસુ મોતી કે પાણી માનો સત્ય હકીકત જાણી,*
*" ચંદ્ર " ની શીતળ છાયા જેવી વહાવો સરવાણી સાંભળી લાગે અમૃત વાણી.*
*✍🏻' ચંદ્ર ' ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઇન્સ.)રાજકોટ* #કવિ #મારી કવિતા #મોહબ્બત કવિતા #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની
