કર્નલ સોફિયા કુરેશીના Deepfake વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક #📢18 મેની મુખ્ય અપડેટ્સ🆕

Weekly Wrap: કર્નલ સોફિયા કુરેશીના Deepfake વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક
આ સપ્તાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષનો વિષય ડિસઇન્ફર્મેશન અને મિસઇન્ફર્મેશન માટે કેન્દ્રમાં રહ્યો. આ ઘટના વિશે સપ્તાહના ઘણા ખોટા દાવાઓ વાઇરલ થયા. જેમાં એઆઈથી બનેલા ડીપફેક વીડિયો અને એડિટ કરી ખોટા સંદર્ભો સાથે શેર કરાયેલા વીડિયો પણ સામેલ છે. ભારતના ઓપરેશન સિંદુર વિશે પ્રેસ બ્રિફિંગ કરનાર કર્નલ સોફિયા કુરેશીનો ડીપફેક વીડિયો બનાવટી સંવેદનશીલ ધાર્મિક નિવેદન સાથે વાઇરલ કરાયો. ઉપરાંત એર સ્ટ્રાઇક મામલે વીડિયો ગૅમ્સના ફૂટેજ અસલી એર સ્ટ્રાઇકના દૃશ્યો તરીકે પણ વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયા જ નહીં પરંતુ પારંપરિક મેઇનસ્ટ્રીમ મીડિયા અને વેરિફાઇડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પણ આ વીડિયો શેર કરાયા હતા. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
