PM મોદી વલસાડથી ગુજરાતના 1.15 લાખ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાવશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપશે. આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરશે. મોદી સાંજે સાત કલાકે રાજભવનમાં ડીનર સાથે ભાજપના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરીને રાત્રે 8.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.
ઇ-ગૃહ પ્રવેશ કઇ રીતે થશે ?
વડાપ્રધાન મોદી વલસાડ ખાતે થનારા કાર્યક્રમમાં પાંચ જિલ્લાના આવાસ લાભાર્થીઓના પ્રતિનિધિઓને રૂબરૂમાં મકાનની ચાવી આપશે. આ સાથે સમાંતર રીતે 26 જિલ્લા વિડીયો કોન્ફરન્સથી અને 220 તાલુકામાં સેટેલાઇટ કોમ્યુનિકેશનથી 1,15,551 લાભાર્થીઓને મકાનની ચાવી આપશે તેમ ગ્રામ વિકાસ અગ્રસચિવ મોના ખંધારે જણાવ્યું હતું.
મોદી કેટલા વાગ્યે કયાં ?
- સવારે 10.15 કલાકે : સુરત એરપોર્ટ આવશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે વલસાડ જવા રવાના થશે
- 11 વાગ્યે : વલસાડ કાર્યક્રમ સ્થળે પહોંચશે
- 12.30 કલાકે : વલસાડ હેલિપેડથી જૂનાગઢ જવા રવાના
- 2 વાગ્યે : જૂનાગઢ કૃષિ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપશે
- 3.30 કલાકે જૂનાગઢથી રવાના
- 5 વાગ્યે :ગાંધીનગર હેલીપેડ ખાતે ઉતરીને રાજભવન જશે
- 5.30 વાગ્યે : ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજરી આપશે
- 7 વાગ્યે : રાજભવનમાં ભોજન લેશે અને મુખ્યમંત્રી તેમજ ભાજપના નેતાઓ સાથે ચર્ચા
- 8.30 વાગ્યે : રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે જ્યાંથી દિલ્હી જશે

10.1k views
5 months ago