📃 13 એપ્રિલનાં સમાચાર - સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ઇલેક્ટોરલ બોન્ડ પરથી સિકસીનો ભેદી પડદો ઉઠાવી લીધો Vartman CA કસભાની ચૂંટણીમાં મતદાનના હજુ ચાર ચરણ બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટે Sઇલેક્ટોરલ બોન્ડના વિવાદ પર પડદો પાડી દીધો છે . ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ , જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની ડિવિઝન બેન્ચે છે લેક્ટોરલ બોન્ડ પર મહિનાઓથી ચાલતી ચર્ચા પર સમયસર પૂર્ણવિરામ મૂકી દીધું છે . કેન્દ્ર સરકાર રાજકીય પક્ષો માટે ચૂંટણી ભંડોળની વ્યવસ્થા કરવા ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લઈ આવી હતી . આ બોન્ડ ખરીદીને કોઈ પણ વ્યક્તિ કે કંપની કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ફંડ આપી શકે છે . એમાં પ્રશ્ન એવો ઉપસ્થિત થયો હતો કે ઇ લેક્ટોરલ બોન્ડ ખરીદીને ફંડ આપનાર વ્યક્તિ , સંસ્થા કે કંપનીનું નામ જાહેર થવું જોઈએ કે નહીં . એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસ ( એડીઆર ) નામની એનજીઓએ સુપ્રીમમાં પિટિશન કરી એવી માગણી કરી હતી કે કાં તો ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ પડતી મુકાવી જોઈએ અથવા તો આ સ્કીમ મારફત પોલિટિકલ પાટીઓને ડોનેશન આપનારાઓના નામ જાહેર થવા જોઈએ . દિવસોથી આ પિટિશન પર સર્વોચ્ચ અદાલતમાં સરકાર , એડીઆર અને ચૂંટણી પંચ વચ્ચે દલીલો ચાલી રહી હતી . એને પગલે આ કેસના ચુકાદાની આતુરતાથી વાટ જોવાતી હતી . સર્વોચ્ચ અદાલતે શુક્રવારે આપેલા ચુકાદાથી આ આતુરતાનો અંત આવ્યો છે . સુપ્રીમની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તમામ રાજકીય પક્ષોએ એમને ૧૫ મે સુધી ઇલેક્ટોરલ બોન્ડ મારફત મળેલા ડોનેશનની રજેરજ વિગતો ચૂંટણી પંચને ૩૧ મે સુધીમાં બંધ પરબીડિયામાં આપવી પડશે . વિગતોમાં ડોનરનું નામ અને એણે આપેલી રકમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે . ઉપરાંત , પાર્ટીઓએ જે બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ હોય એનો પણ ઉલ્લેખ કરવો પડશે . સુપ્રીમનો આ ચુકાદો અપેક્ષિત અને આવકાર્ય છે . ચુકાદો અપેક્ષિત એટલા માટે છે કે સુપ્રીમના વિદ્વાન અને વિચક્ષણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીઓમાં એવો સંકેત આપી દીધો હતો કે તેઓ ડોનર્સના નામ જાહેર કરવાની તરફેણમાં છે . ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તો એક તબક્કે ત્યાં સુધી કહી દીધું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારની ઓળખ છતી નહીં થાય તો એના બહોળા પરિણામો આવશે . ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ રોકવાની સરકારની સમગ્ર કવાયત પર પાણી ફરી વળશે . નવાઈની વાત એ છે કે વહીવટમાં પારદર્શિતાનો આગ્રહ રાખનાર કેન્દ્રની ભાજપ સરકાર ડોનર્સના નામ જાહેર કરવાના પક્ષમાં નહોતી . સરકારના એટર્ની જનરલ કે કે વેણુગોપાલે તો ગુરુવારે સુપ્રીમમાં એવું નિવેદન કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કે પાટીને ફંડ ક્યાંથી મળ્યું એ જાણવાનો મતદારોને અધિકાર નથી . મતદારોને તો માત્ર પોતાના ઉમેદવારો વિશે જાણવાનો હક છે . નોંધ લેવા જેવી બીજી વાત એ છે કે ચૂંટણી પંચે પણ છેલ્લા બે વર્ષમાં પોલિટિકલ પાર્ટીઓને મળેલા ડોનેશનની વિગતો સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરીને પ્રજાના પોલિટિકલ ફંડિંગ વિશે જાણવાના અધિકારને પુષ્ટિ આપી છે . સરકાર ચૂંટણીમાં કાળા નાણાંના ચલણને ડામવા બોન્ડની સ્કીમ લાવી હોય તો એને ગોપનીયતા ( સિક્રસી ) ના પડદામાં રાખવાનો શું અર્થ છે ? જો પાટીઓના બોન્ડ ખરીદનારાઓની ઓળખ છતી ન થાય તો લેભાગુ ( શેલ ) કંપનીઓ પણ શાસક પક્ષના બોન્ડ ખરીદીને સરકાર પાસે ખોટા કામ કરાવવાની નેમ રાખશે . સૌ જાણે છે કે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને કોઈ પાર્ટી માટે કારણ વિના પ્રેમ નથી ઊભરાઈ જતો . તેઓ પોતાને ઉપયોગી બની રહે એવા પક્ષો માટે જ નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકે છે . એટલે જો ભંડોળ આપનારાઓના નામ ગુપ્ત રખાય તો દાયકાઓથી ચૂંટણી ફંડના નામે ચાલતો ભષ્ટાચાર ભવિષ્યમાં પણ ચાલતો જ રહે . . . . . શ . . . . - ShareChat
2.2k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post