સૂર્યની સૌથી નજીક પહોંચશે NASAનું પાર્કર સોલર પ્રોબ સ્પેસક્રાફ્ટ, ખોલશે સૂર્યના અનેક રહસ્યો        દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સી એટલે નાસાએ એક અન્ય કારનામું કરી બતાવ્યું છે. આ વખતે નાસાના એક સ્પેસ એરક્રાફ્ટે સૂર્યથી સૌથી નજીક પહોંચીને રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ, કરોડો વર્ષોથી છુપાયેલાં સૂર્યના રહસ્યો ઉજાગર થવાની દિશામાં એક અન્ય પગલું આગળ વધ્યા છે. નોંધનીય છે કે, નાસા અમેરિકાની જ નહીં પરંતુ દુનિયાની પણ સૌથી મોટી સ્પેસ એજન્સી છે.નાસાએ 13 ઓગસ્ટ 2018ના રોજ પોતાના એક અંતરિક્ષયાનને સૂર્ય રહસ્ય જાણવા માટે મોકલ્યું હતું. હવે તે અંતરિક્ષયાન સૂર્યની સૌથી નજીક પહોંચી ચૂક્યું છે. આ યાનનું નામ પાર્કર સોલર પ્રોબ રાખવામાં આવ્યું છે. સાથે જ, પાર્કર સોલર પ્રોબ સૂર્યની સૌથી નજીક પહોંચનારું યાન બની ગયું છે. નાસાએ આ ઉપલબ્ધિને ટ્વિટ કરતાં કહ્યું, 'અમે સૂર્યને સ્પર્શ કરવાની નજીક પહોંચી ગયા છીએ. સૂર્યની સપાટીના 26.55 મિલિયન માઇલની અંદર પ્રવેશ કરવાની સાથે જ પાર્કર સોલર પ્રોબ સૂર્યના સૌથી નજીક જનારું સૌથી પહેલું અંતરિક્ષયાન બની ગયું છે.'નોંધનીય છે કે, પાર્કર સોલર પ્રોબ સાત વર્ષ સુધી સૂર્યના ચક્કર લગાવતાં સૂર્યનો અભ્યાસ કરશે. આ યાન સૂર્યની બાહ્ય સપાટી કોરોના પાસે રહેશે. નોંધનીય છે કે, કોરોનાનું તાપમાન લગભગ 10 લાખ ડિગ્રી સેલ્સિયસ હોય છે. નાસાના આ અભિયાનનો ઉદ્દેશ્ય કોરોનાના પૃથ્વીની સપાટી પર પડતાં પ્રભાવનો અભ્યાસ કરવાનું રહેશે. જો પાર્કર સોલર પ્રોબ આવું કરી શકે છે તો, વિજ્ઞાનના ક્ષેત્રમાં તે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ હોઇ શકે છે.
આંતર રાષ્ટ્રિય સમાચાર 🌏 - ShareChat
31.9k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post