ઇન્દુમતી ચીમનલાલ શેઠ ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, સામાજિક કાર્યકર અને ગુજરાતના શિક્ષણશાસ્ત્રી હતા. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને અમદાવાદી ઇન્દુમતીબેન શેઠે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ એ બોમ્બે રાજ્યના નાયબ શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓને સામાજિક કાર્ય માટે 1970 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા ઇન્દુમતીબેને અમદાવાદમાં પ્રથમ ખાદી મંદિરની સ્થાપના કરી હતી. #👍 થોડો વિચાર થોડો હકાર
