બા ના નામથી ઓળખાતા કસ્તુરબા ગાંધીને અક્ષરજ્ઞાન ન હોવા છતા તેમને સાચા ખોટાની બરોબર જાણ હતી. તેઓ ખોટું ક્યારેય ચલાવી લેતા નહીં, પછી ખોટું કરનાર ભલે ગાંધીજી પોતેજ કેમ ના હોય! તેઓ મક્કમ મને તેમને પણ સચોટ વાત કહી દેતા. આઝાદીની ચળવળમાં ડગલે ને પગલે તેઓના સાથના કારણે જ ગાંધીજી મહાત્મા બની શક્યા હતા. #👍 થોડો વિચાર થોડો હકાર
