#📃 5 મેનાં સમાચાર
📃 5 મેનાં સમાચાર - જાપાની પદ્ધતિથી વૃક્ષો વાવીને અમદાવાદને ગ્રીન સિટી ' બનાવાશે / / / / / ) ( / અમદાવાદ , તા . ૪ અમદાવાદ મ્યુનિ . ગ્રીન કવર વધારવા માટે જાપાની ‘ મિયાવકી ‘ પધ્ધતિથી શહેરના ૨૫ મોટા પ્લોટ , રિવરફ્રન્ટ , ચીમનભાઇ બ્રિજથી જેલ સુધીના રસ્તે આશરે ૩ લાખ વૃક્ષો વાવવાનાં છે . આ પદ્ધતિની વિશેષતા એ છે કે સામાન્ય પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર થાય છે તેના કરતા વધુ ઝડપે અને ઓછા સમયમાં વૃક્ષોનો વિકાસ થાય છે . ગયા વર્ષે નારોલ હાઇવે ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 3000 વૃક્ષોનો ઉછેર કર્યો હતો અને તેમાં તેમને સફળતા પણ મળી હતી . આ વર્ષે શહેરમાં ૫ લાખ વૃક્ષો વાવવાનાં છે . આ પદ્ધતિથી વાવેલા વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડ સોશવાની ક્ષમતા ૩૦ ગણી વધુ છે . છોડનો વિકાસ ૧૦ ગણી ઝડપે થાય છે . ૩૦ - ૪૦ પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય . બે વર્ષમાં આ વૃક્ષો સ્વાવલંબી બને છે . આમાં વૃક્ષો વિવિધ પ્રકારની જમીન પર ઝડપથી , ટકાઉ તથા કેમિકલમુક્ત વન વિસ્તાર વિકસાવી શકાય છે . તેનાથી વૃક્ષો ઝડપથી ઉગી શકે છે . ૬થી ૧૨ ઇંચના અંતરે રોપા રોપવામાં આવે છે . પહેલા વર્ષે છોડની ઉંચાઈ ૧૨ થી ૧૫ ફૂટ થઈ જાય છે . જયારે બીજા વર્ષે ૨૦ - ૨૫ ફૂટની ઉંચાઈ થાય છે . - ShareChat
1.3k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post