📃 26 એપ્રિલનાં સમાચાર - આજનો ઇતિહાસ આજના દિવસે સોવિયેતમાં ખતરનાક પરમાણુ દુર્ઘટના બની હતી Vartman CA ૨૬ એપ્રિલ , ૧૯૮૬ના રોજ ચેરનોબિલ દુર્ઘટના થઈ , જેમાં હજારો લોકોની જિંદગીને અસર થઈ . ૨૬ એપ્રિલે ચેરનોબિલમાં પરમાણુ દુર્ઘટના થઈ . એ સમયે ચેરનોબિલ , જે હવે યૂક્રેઇનમાં છે , સોવિયેત સંઘનો એક ભાગ હતું . ૧૯૮૬ , ૨૬ એપ્રિલના રોજ પરમાણુ રિએક્ટરમાં એક મોટો ધડાકો થયો , એથી આખા વાતાવરણમાં રેડિયોએક્ટિવનાં કિરણો ફેલાઈ ગયાં . એ વખતે હવા અને વાદળોને કારણે રેડિયોએક્ટિવના કિરણ સોવિયેતના પશ્ચિમ ભાગમાં તથા યુરોપ સુધી પહોંચી ગયા . દુનિયાની સૌથી ખતરનાક પરમાણુ દુર્ઘટનામાં ચેરનોબિલની ગણતરી થાય છે . દુર્ઘટનામાં તાત્કાલિક લગભગ ૩૦ લોકોનાં મૃત્યુ થયાં , પણ આસપાસના વિસ્તારોમાંથી ૩ , ૫૦ , 000થી વધુ લોકોને રેડિયોએક્ટિવ કિરણોથી બચાવવા માટે દૂર લઈ જવામાં આવ્યા . દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન બેલારૂસમાં થયું . હજી પણ હજારો લોકો રેડિયોએક્ટિવ કિરણોની અસર હેઠળ જીવે છે . કહેવાય છે કે ચેરનોબિલ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા ૪ , 000ને આંબી ગઈ હશે . પીડિતોને થાઇ રોઇડ , કેન્સર કે લ્યુકેમિયા થઈ શકે છે . ચેરનોબિલ પછી ફૂકુશિમા પરમાણુ રિએક્ટરની દુર્ઘટના સૌથી ખતરનાક પરમાણુ - અકસ્માત માનવામાં આવે છે . - ShareChat
4.3k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post