ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત ઉધના–નવસારી રોડ પર ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં એક કારચાલકે BRTS રૂટમાં રોંગ સાઈડ પ્રવેશ કરી લીધો હતો. દરમિયાન સામે તરફથી આવતી BRTS બસને કારણે કાર આગળ જઈ શકી નહોતી. બસ ચાલકે નિયમોનું પાલન કરાવતા કારચાલકને અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ ચલાવવી પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે, જેને લઈ લોકો ટ્રાફિક નિયમોના મહત્વ પર ચર્ચા કરી રહ્યા છે. આ ઘટના વાહનચાલકો માટે સ્પષ્ટ સંદેશ આપે છે કે ટ્રાફિક નિયમો તોડવા ભારે પડી શકે છે. #surat #udhana #brts #car #viralvídeos
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:30