ShareChat
click to see wallet page
search
#😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥 #🔥 બિગ અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 ફાટક પર 'પહેલા હું'ની લ્હાયમાં દુર્ઘટના! ટ્રેને ટ્રકને ફંગોળી, જરાક માટે બચ્યો અનેક મુસાફરોનો જીવ આજે ઝારખંડમાં હાવડા-પટના રેલવે લાઈન પર મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. ગોંડા-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન અને ટ્રક વચ્ચે રેલવે ફાટક પર જ ભીષણ ટક્કર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેને ટ્રકને ટક્કર મારી પણ મોટી દુર્ઘટના ટળી દુર્ઘટના જસીડીહ અને મધુપુર રેલ ખંડ પર કુમડાબાદ રોહિણી અને શંકરપુર સ્ટેશનની વચ્ચે એક રેલવે ફાટક પર થઈ. સવારે 9.38 વાગ્યાની આસપાસ ટ્રેન આવી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે તે જ સમયે એક ટ્રક રેલવે ફાટક પર ઊભી હતી. ટ્રેનનો હોર્ન સંભળાતો હતો તે સમયે પણ કેટલાક બેજવાબદાર લોકો રસ્તો ક્રોસ કરવ પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રેનને આવતા જોઈ બાઈક સવારો ઝડપથી એક બાજુએ થઈ ગયા. જોકે ટ્રક ત્યાં જ ફસાઈ ગઈ.
😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો - ShareChat
00:53