#😯ફેમસ સિંગર પર છેતરપિંડીનો આરોપ , મ્યુઝિક કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુછાલ પર 40 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી એક્ટર અને નિર્માતા વૈભવ માનેએ પોલીસમાં ફરિયાદ કરી છે.વૈભવનો આરોપ છે કે મુછાલે કહ્યું હતું- ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયા પછી 25 લાખ રૂપિયાના રોકાણ પર 12 લાખ રૂપિયાનો નફો મળશે. આ સાથે જ ફિલ્મમાં એક ભૂમિકા આપવાની પણ ઓફર કરવામાં આવી હતી. બંનેની આ પછી બે વાર વધુ મુલાકાત થઈ. માર્ચ 2025 સુધીમાં વૈભવ માનેએ અલગ-અલગ હપ્તામાં કુલ 40 લાખ રૂપિયા પલાશ મુછાલને આપ્યા.પલાશ મુછાલ આ પહેલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્ન તૂટવાને કારણે ચર્ચામાં આવ્યો હતો. બંનેના લગ્ન 23 નવેમ્બર 2025ના રોજ નક્કી થયા હતા, જે તૂટી ગયા.
લગ્નના દિવસે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ કારણે લગ્ન ટાળી દેવામાં આવ્યા હતા. આ પછી પલાશ મુચ્છલની તબિયત પણ ખરાબ થઈ ગઈ અને તેમને પણ હોસ્પિટલ જવું પડ્યું, જેના કારણે ત્યારે લગ્ન પોસ્ટપોન કરી દેવામાં આવ્યા હતા. 7 ડિસેમ્બર 2025ના રોજ સ્મૃતિ મંધાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા લગ્ન કેન્સલ થવાની વાત કહી હતી.
#🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર #તાજા સમાચાર


