#અમે સુરતી #સુરત #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ હિંદુવાદી નેતા કમલેશ તિવારી હ/ત્યા કાંડ કેસમાં લાંબો સમય જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા યુસુફ પઠાણે સુધરવાને બદલે ફરી એકવાર ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હોવાનો ગંભીર ખુલાસો થયો છે.
લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ યુસુફ પઠાણે સુરતમાં પોતાના જ પરિચિત મોહંમદ ઇકબાલને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ.7 લાખની ક્રેટા કાર પડાવી લીધી હતી, બાદમાં કારની આરસી બુક પણ કબજે કરી હતી.
ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને ગુજરાન ચલાવે છે અને લોન પર ખરીદેલી કારના હપ્તા આજે પણ તે ભરી રહ્યો છે, જ્યારે આરોપી કાર લઈને ખુલ્લેઆમ ફરી રહ્યો હતો.
ફરિયાદના આધારે લિંબાયત પોલીસે યુસુફ ખાન ઇરશદ ખાન પઠાણને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે અને ખંડણી તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે યુસુફ પઠાણ માત્ર ખંડણી સુધી સીમિત નહોતો પરંતુ સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો છે.
યુસુફ પઠાણ અને તેના સાથી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા અંદાજે રૂ.5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફતે કાળા નાણાં વ્હાઇટ કરવાના તાર મળ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા અને બદલામાં અંદાજે 25 ટકા કમિશન લેવામાં આવતું હતું, જ્યારે આ નેટવર્કના છેડા દુબઈ સુધી જોડાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ લિંબાયત પોલીસે મુખ્ય આરોપી યુસુફ પઠાણની ધરપકડ કરી છે અને સાયબર ફ્રોડ કેસમાં તેને મહીસાગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે સમગ્ર મામલે વધુ મોટા ખુલાસાની શક્યતા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
#Surat #Limbayat #CyberFraud #Extortion #SuratPolice
Surat | Limbayat | Yusuf Pathan | Kamlesh Tiwari Case | Extortion | Creta Car | Cyber Fraud | Police Investigation
00:07

