#🛕વિરાટ કોહલી મહાકાલના શરણે🙏 ,વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલા પહેલા ભારતીય ક્રિકેટરો આધ્યાત્મિક શરણે જોવા મળ્યા છે. રવિવારે ઈન્દોર ખાતે રમાનાર અંતિમ વનડે મેચ પૂર્વે સ્ટાર બેટર વિરાટ કોહલી અને સ્પિનર કુલદીપ યાદવ શનિવારે વહેલી સવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા.વિરાટ કોહલી અને કુલદીપ યાદવની સાથે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ હાજર રહ્યા હતા. આ ખેલાડીઓએ વહેલી સવારે થતી વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને લગભગ બે કલાક સુધી મંદિરમાં બેસીને ભગવાન મહાકાલની આરાધના કરી હતી. વિરાટ કોહલી નંદી હોલમાં શ્રદ્ધાપૂર્વક બેઠેલો જોવા મળ્યો હતો અને તેણે મહાકાલ મંદિરના ફોટોઝ પણ ક્લિક કર્યા હતા.
#🙏ભક્તિ સ્ટેટ્સ #🔱 હર હર મહાદેવ #📰 ખેલજગત અપડેટ્સ #🏏વિરાટ કોહલી😍
01:34

