ShareChat
click to see wallet page
search
#સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિશાવાસી યુવકની પથ્થર વડે હ/ત્યા થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની અને હાલ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-4માં રહેતા કપિલાશ નાહક (ઉ.વ. 30) સંચા મશીન પર છૂટક મજૂરી કરી રહ્યો હતો, જ્યાં ગત 21મી ની મોડી રાત્રે તેનું લો/હીલુહાણ હાલતમાં મો/ત થયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કપિલાશની આરોપી રાજેશ ગંગાધર પ્રધાન સાથે માત્ર બે દિવસ અગાઉ મિત્રતા થઈ હતી અને 21મી ના રોજ વાતચીત દરમિયાન બોલાચાલી વધી જતાં કપિલાશે માતા-બહેનને લઈને ગાળો આપતા ઉશ્કેરાયેલા રાજેશે માથા અને મોઢાના ભાગે પથ્થર વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ માથા અને મોઢાની ગંભીર ઇજાઓને કારણે મો/ત થયાનું જણાવ્યું છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા સામે હ/ત્યા નો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે તપાસ કરી આરોપી રાજેશ ગંગાધર પ્રધાન (ઉ.વ. 21)ની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. #Surat #Amroli #Crime #AnjaniIndustries #PoliceAction Surat | Amroli | Anjani Industries | Odisha Youth | Stone Attack | Police Investigation | Arrest
સુરત - ShareChat
00:10