#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #સુરત સમાચાર પુણાગામ વિસ્તારના શિવનગર નજીક બનનાર દુર્ઘટનામાં સ્પોર્ટ્સ બાઈકની ઓવરસ્પીડ બે યુવાનોના જીવ માટે ઘાતક સાબિત થઈ. KTM સ્પોર્ટ્સ બાઈક લઈને ફૂલ સ્પીડમાં જતા સમયે BRTS રૂટ પર બાઈક નિયંત્રણ ગુમાવી અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. રંગઅવધૂત સોસાયટીથી રેશમા ચાર રસ્તા તરફ જતા રોડ પર ઝાડ સાથે અથડાતા બાઈક સવાર બે યુવકોનું ઘટના સ્થળેજ કરૂણ મોત થયું. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ઓવરસ્પીડ અને BRTS રૂટમાં ગેરકાયદે પ્રવેશના ગંભીર પરિણામો સામે આવતા વિસ્તારમા શોકની લાગણી છવાઈ ગઈ છે.
#Surat #Punagam #AccidentNews #KTM #BRTSRoute
Punagam | Shivnagar | KTM Sports Bike | Overspeed | BRTS Route | Accident | Rangavdhoot Society | Reshma Char Rasta | Puna Police
00:18

