#📰 5 ડિસેમ્બર ના સમાચાર #કેરળ #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત કેરળમાં સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલા વિવાદ બાદ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. કન્નુર જિલ્લાના પય્યન્નુર તરફ જઈ રહેલી KSRTC બસમાં મુસાફરી દરમિયાન અયોગ્ય સ્પર્શનો આરોપ લગાવતા એક રીલ વીડિયો 16 જાન્યુઆરી, 2026ના રોજ સોશિયલમીડિયા કન્ટેન્ટ ક્રિએટર શિમજીતા મુસ્તફા (Shimjitha Musthafa) દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ભારે વાયરલ થયો હતો.
વિડિયોમાં દેખાતા વ્યક્તિ તરીકે ઓળખાયેલા કોઝિકોડના ગોવિંદપુરમના રહેવાસી 42 વર્ષીય દીપક યુ પર ગંભીર આરોપો થયા હતા, જો કે તેણે આ આરોપોને નકારી કાઢ્યા હોવાનું તેના નજીકના લોકો દ્વારા જણાવાયું હતું.
પોલીસ અને મિત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર થયેલા જાહેર આક્ષેપો અને માનસિક દબાણના કારણે દીપક ભારે તણાવમાં હતો અને કાનૂની પગલાં લેવાની પણ તૈયારી કરી રહ્યો હતો.
દરમિયાન આરોપ લગાવનારી મહિલા દ્વારા વડકરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના બે દિવસ બાદ 18 જાન્યુઆરી, 2026ના રોજ દીપક પોતાના નિવાસસ્થાને લટકેલી હાલતમાં મળ્યો હતો, જેને પગલે પોલીસે અકુદરતી મો/તનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન ડિજિટલ પુરાવા, વીડિયો વાયરલ થવાની પ્રક્રિયા અને બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવશે. હાલ યુવતીએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું છે તેમજ કોઈપણ રીતે સંપર્ક સાધી શકાય તેમ નથી. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેણી વિદેશી જતી રહી છે. યુવતી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની કાર્યકર્તા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
#JusticeForDeepak #Kerala #SocialMedia #KSRTC #PoliceInvestigation
Kerala | KSRTC Bus | Social Media Reel | Allegation | Police Investigation | Digital Evidence | Unnatural Death | Kannur | Payyannur
00:24

