ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ડુમસ વિસ્તારમાં જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણીનો વિવાદ ગરમાયો છે. ડુમસના નામી ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પર પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે રસ્તા પર ફટાકડા ફોડી દાદાગીરી કરવાના અને વાહનચાલકોને ધમકાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. ડુમસ લંગરથી ડુમસ પોલીસ સ્ટેશન તરફ જવાના રોડ પર ફટાકડા ફોડતા અને વાહનની નજીક આતશબાજી કરી ભય ફેલાવતા દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય નાગરિકો દ્વારા આવી ઉજવણી થાય તો તરત કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ છે, જ્યારે આ કેસમાં કલાકો બાદ પણ કાર્યવાહી ન થવાથી ડુમસ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ડુમસ પોલીસ મથકના પીઆઇ વી.એન. ભરવાડે જણાવ્યું કે વીડિયો તપાસ હેઠળ છે અને જાહેરનામા ભંગ તથા ફટાકા કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. #SuratNews #Dumas #LawAndOrder #Gujarat #ViralVideo
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:41