ShareChat
click to see wallet page
search
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓનો ભેદ ઉકેલતા પોલીસે બે શાતિર મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે. પોલીસે 15 દિવસ સુધી આસપાસના CCTV કેમેરાની સઘન તપાસ કરી આરોપીઓની ઓળખ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી એક બાઈક અને કુલ 6 મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ શિવમ ઉર્ફે છોટુ સુરેન્દ્રભાઈ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ રાત્રિના સમયે રસ્તા પર ચાલતા રાહદારીઓને ટાર્ગેટ કરતા અને ચાલુ બાઈક પર આવી મોબાઈલ ઝૂંટવી ઝડપથી ફરાર થઈ જતા હતા. ઉત્રાણ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને પોલીસને આશંકા છે કે આ બંને આરોપીઓ શહેરમાં થયેલા અન્ય મોબાઈલ સ્નેચિંગના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે, જેના કારણે વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity suratcityupdates amesurati gujarat utran mobile robbery thief
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:15