ShareChat
click to see wallet page
search
#અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર શહેરના સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળવાની ઘટના સામે આવી છે. સચિનના આલ્ફા હોટેલ પાછળ ખાડી નજીક કેમિકલ ભરેલું ટેન્કર લીક થવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ટેન્કરમાં રહેલું શંકાસ્પદ કેમિકલ બહાર નીકળતા દુર્ગંધ અને ધુમાડા ફેલાતા લોકોએ દહેશત અનુભવી હતી. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષા ઘેરો તૈયાર કર્યો હતો. ત્યારબાદ FSLની ટીમને બોલાવી કેમિકલના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકો દ્વારા વેસ્ટ કેમિકલ ખાડીઓમાં ઠાલવવામાં આવતું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ સ્થિતિ કાબૂમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. #Surat #Sachin #ChemicalLeak #PoliceAction #BreakingNews Sachin chemical tanker | Alpha Hotel area | chemical leakage | FSL investigation | waste chemical dumping | hazard control | public safety | Surat incident
અમે સુરતી - ShareChat
00:12