ShareChat
click to see wallet page
search
#🏸ફેમસ બેડમિન્ટન સ્ટારે લીધી નિવૃત્તિ, છેલ્લા બે વર્ષથી સાઈના ઘૂંટણની ગંભીર બીમારી(Chronic knee condition) સામે ઝઝૂમી રહી હતી. તેણે જણાવ્યું કે, 'મારા ઘૂંટણની કાર્ટિલેજ(ગાદી) પૂરેપૂરી ઘસાઈ ગઈ છે અને મને આર્થરાઈટિસ(ગઠિયો વા) છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે જરૂરી 8-9 કલાકની સખત ટ્રેનિંગ કરવી અશક્ય બની ગઈ હતી. મારા ઘૂંટણ માત્ર 1-2 કલાકમાં જ જવાબ આપી દેતા હતા અને તેમાં સોજો આવી જતો હતો.'સાઈનાએ છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2023માં સિંગાપોર ઓપનમાં રમી હતી. નિવૃત્તિની જાહેરાત અંગે તેણે કહ્યું, 'મેં બે વર્ષ પહેલા જ રમવાનું બંધ કરી દીધું હતું. મેં રમતની શરૂઆત મારી શરતો પર કરી હતી અને વિદાય પણ મારી શરતો પર જ લીધી છે. મને નિવૃત્તિની કોઈ મોટી જાહેરાત કરવાની જરૂર ન લાગી, કારણ કે મારી ગેરહાજરીથી લોકોને ધીમે-ધીમે સમજાય જ ગયું હતું કે હવે હું રમી રહી નથી.'2016ના રિયો ઓલિમ્પિક દરમિયાન લાગેલી ગંભીર ઈજા બાદ સાઈનાએ અદભૂત લડત આપી હતી, પરંતુ વારંવાર ઉભરતી ઘૂંટણની સમસ્યાઓએ આખરે તેને રમતને અલવિદા કહેવા મજબૂર કરી દીધી છે. ભારત સરકારે તેની સિદ્ધિઓ બદલ તેને પદ્મ ભૂષણ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડ્સથી સન્માનિત કરી છે. #તાજા સમાચાર #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #📰 ખેલજગત અપડેટ્સ
🏸ફેમસ બેડમિન્ટન સ્ટારે લીધી નિવૃત્તિ - YONEX  OONEX రా YONEX  OONEX రా - ShareChat