Pookie 🫰🏻✨
હું ઝાંઝરનો ઝણકાર સાંભળવા આતુર હતો,
અને એને આદત હતી ધીમે પગલે ચાલવાની.
મારી આંખો રસ્તા પર અટકી રહેતી રોજ,
અને એને આદત હતી મોડું આવી મન માનવાની.
હું દિલ ખોલીને વાતો કહી દેતો હતો,
એને તો એ પણ આદત હતી આંખોથી જ સમજવાની.
હું સપના બનાવી બેઠો હતો સાથેના આવતીકાલના,
અને એને આદત હતી પળોને જ પળોમાં જીવી જવાની.
મારું મન હજીયે એ ઝણકારને સાંભળે છે રાતે,
પણ એને હવે આદત છે કોઈ બીજા હાથમાં હાથ ધરવાની…
#💖 Dil Shayarana #💔 પ્રેમનું દર્દ #💘 પ્રેમ 💘


