તું મારો અહેસાસ છે
તું સામે નથી, છતાં પણ
દરેક પળે તું મારી પાસે છે,
શબ્દોમાં નહીં સમાય એવો
તું મારો મૌન અહેસાસ છે.
આંખ બંધ કરું તો પણ
હૃદય તને શોધી લે છે,
શ્વાસમાં ભળેલી તારી સુગંધ
મને તારા સુધી લઈ જાય છે.
હસું છું ત્યારે કારણ તું,
રડું છું ત્યારે આધાર તું,
જીવનની દરેક ધબકારમાં
તું જ મારી ઓળખ તું.
લોકો પ્રેમને શબ્દોમાં માપે છે,
મારે તો તું અનુભવમાં વસે છે,
દૂર રહીને પણ નજીક લાગતો
એવો તું મારો અહેસાસ છે.
જો કોઈ પૂછે પ્રેમ શું છે?
તો બસ એટલું કહી દઉં—
મારા દરેક અસ્તિત્વમાં
તું જ તો મારી લાગણી છે…
- મનની વાત... #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💓 લવ સ્ટેટ્સ #👌 બેસ્ટ ફ્રેન્ડ #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘


