#🏅પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મ પુરસ્કાર-2026માં સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક સેવા ક્ષેત્રે ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ત્રણ રત્નોમાં સ્થાન મેળવનાર નિલેશ માંડલેવાલા ગુજરાતમાં અંગદાન જાગૃતિના અગ્રદૂત તરીકે ઓળખાય છે. વર્ષ 2006માં ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની સ્થાપના કર્યા બાદ તેમણે અત્યાર સુધીમાં કિડની, લિવર, હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ, હાથ સહિત 1300થી વધુ અંગો અને ટિશ્યુઓનું દાન કરાવી અનેક જરૂરતમંદોને નવજીવન આપ્યું છે. પિતાની લાંબી બીમારી અને ડાયાલિસિસના સંઘર્ષ દરમિયાન દર્દીઓની વેદનાને નજીકથી અનુભવ્યા બાદ તેમણે આ પીડાને સેવા યાત્રામાં ફેરવી, જે આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માનની જાહેરાત થતાં સુરતમાં તેમના નિવાસસ્થાને પરિવારજનો અને મિત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 🙏✨
#Surat #PadmaShri #OrganDonation #PrideOfGujarat #RepublicDay
Surat | Nilesh Mandalewala | Padma Shri | Organ Donation | Donate Life | Social Work | Republic Day 2026


