#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ગઈકાલે રાત્રે સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનેલી દુકાનોમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં લાગેલી આગ એક દુકાનમાંથી ફેલાઈને બાજુની રમકડાની દુકાન સહિત 3થી 4 દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનીની ઘટના સામે આવી નથી, પરંતુ વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
#Surat #Varachha #FireIncident #SuratCity #BreakingNews
Varachha Fire | Shop Fire | Short Circuit | Fire Brigade | Water Spray | Shop Damage | Night Incident
00:30

