#અમે સુરતી #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરત શહેરમાં દોડી રહેલી બ્લુ બસોને લઈને મુસાફરોની સલામતી પર ગંભીર સવાલો ઊભા થયા છે. મહાનગરપાલિકા સંચાલિત બ્લુ બસ ફાટેલા ટાયર પર રસ્તા પર દોડી રહી હોવાનો વીડિયો શહેરના એક જાગૃત નાગરિકે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વાયરલ વીડિયોમાં બસની હાલત જોઈ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે બસના નિયમિત મેન્ટેનન્સ ન થતું હોવાનો આરોપ પણ ઉઠી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે લોકો રોજિંદા પ્રવાસમાં જોખમભરી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ શહેરમાં બ્લુ બસના સંચાલન અને જાળવણી બાબતે સુરત મહાનગરપાલિકા તથા ઇજારદારની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે અને કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું.
#Surat #BlueBus #PublicSafety #SMC #CityBus
Surat | Blue Bus | Public Transport | Tyre Burst | Maintenance Issue | Municipal Corporation | Viral Video
00:29

