ShareChat
click to see wallet page
search
#સુરત #સુરત સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં એક પિતા પોતાના સાત વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી ચાલતા રહ્યા હતા અને આ દ્રશ્યો જોઈ ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ ભટાર વિસ્તારના ખોડિયાર નગરમાં રહેતા સરોજ મંડલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમાં સાત વર્ષીય કિશન લાંબા સમયથી તાણ(ખેંચ)ની બીમારીથી પીડિત હતો. ગત રાત્રે અચાનક કિશનની તબિયત બગડતા તેનું કરુણ મો/ત થયું હતું, જેના આઘાતમાં પિતા સવારે સારવાર મળશે તેવી આશાથી અથવા કાયદાકીય પ્રક્રિયા માટે બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કરતા પિતા ભાન ભૂલી ગયા હતા અને હોસ્પિટલની પ્રક્રિયાની ગૂંચવણ વચ્ચે પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને બહાર જવા લાગ્યા હતા. સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ મેઈન ગેટ પાસે તેમને રોકી કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ જરૂરી હોવાનું સમજાવ્યું, ત્યારબાદ પિતા પરત ફર્યા અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સિવિલ કેમ્પસમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. #Surat #CivilHospital #HeartWrenching #Humanity #SadMoment Ame Surati | Civil Hospital | Father Son | Trauma Centre | Postmortem | Emotional Incident
સુરત - ShareChat
00:11