#🚫નહીં મળે 10 મિનિટમાં ડિલિવરી, દેશભરના ગિગ વર્ક્સની હડતાળની આજે એક મોટી અસર થઈ છે. દેશવ્યાપી ગિગ વર્કર્સની હડતાળ આજે સફળ રહી કહી શકાય. ડિલિવરી delivery બોય્સની સુરક્ષાને લઈને સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારી હસ્તક્ષેપ બાદ ઓનલાઈન ઓર્ડર માટે 10 મિનિટનો ડિલિવરી નિયમ હટાવી લેવામાં આવ્યો છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10 મિનિટનો ડિલિવરી નિયમ દૂર કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. બેઠકમાં ડિલિવરી ભાગીદારોની સલામતીને પ્રાથમિકતા આપવા અને સમય મર્યાદા દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.સરકારે કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઝડપી ડિલિવરીના દબાણને કારણે ડિલિવરી બોયના જીવને જોખમમાં ન મૂકવો જોઈએ. આ પછી બધી કંપનીઓએ ખાતરી આપી કે તેઓ તેમની બ્રાન્ડ જાહેરાતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાંથી ડિલિવરીની સમયમર્યાદા દૂર કરશે.
#🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ


