ShareChat
click to see wallet page
search
#🗞️ ગુજરાત અપડેટ્સપાટણના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વીર મેઘમાયા સાતમની ઉજવણીના પ્રસંગે પાટણ પહોંચેલા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એક વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધતા મેવાણીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. વીર મેઘમાયા સાતમ નિમિત્તે પાટણના હાઈવે માર્ગ પરથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.જેમાં જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા સહિતના અનુસૂચિત જાતિના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બગવાડા દરવાજા પહોંચી હતી, જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. "વીર મેઘમાયા અમર રહો" ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરંતુ, આ ઉજવણી વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. જિજ્ઞેશ મેવાણીનું વિવાદસ્પદ નિવેદન સામે આવવા પામ્યું હતું. તાજેતરમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ જયા શાહ દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યા હતો. આ મુદ્દે મૌન તોડતા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું, તે ફાંકો કાઢી નાંખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે! વધુમાં આ સંદર્ભમાં પણ આડકતરા પ્રહાર કરતા જિજ્ઞેશ મેવાણીએ ઉમેર્યું કે, જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલનું નામ બદલ્યું ત્યાં જઈને પોતાની તાકાત બતાવે.તો વીર માયા સ્મારક ખાતે જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું કે, કોઈપણ રાજકીય પક્ષનો માણસ હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરે, તો પાટણ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે. આ મુદ્દે જડબાતોડ જવાબ આપીશું. હું જે દિવસે આહવાન કરું તે દિવસે બધાએ મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય કે સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, આત્મસન્માન માટે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી. કોઈના મનમાં ફાંકો હોય તો તમારા જેવી ચૌદસોનો ફાંકો કાઢવા જિજ્ઞેશ મેવાણીનો જન્મ થયો છે. મારા ભાઈ હિતેન્દ્ર પીઠડિયાનું નામ ફરીવાર લેતા વિચારજો. હું એ જ જિજ્ઞેશ મેવાણી છું, જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી ગુજરાત સરકારને દોડતી કરી હતી, તારો તો ચણો ય નહીં આવે. જિજ્ઞેશ મેવાણીના આવા શબ્દોથી જ પાટણ કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. પાટણમાં બનેલી આ ઘટનાએ ભારે ચર્ચાઓ શરુ કરી છે, તો સાથે જ કોંગ્રેસના બે ધારાસભ્ય આમને સામને અક્રમક નિવેદનબાજીને લઇ કોગ્રેસમાં જ વિખવાદ ચરણ સીમાએ પહોંચ્યો છે. #🔴 રાજકીય ટ્રેન્ડ્સ