ShareChat
click to see wallet page
search
#❄️ગુજરાતના રણમાં બરફની ચાદર🥶 કચ્છ ગુજરાતનું મીની કાશ્મીર એટલે કચ્છ. સવારે કચ્છના લોકો જ્યારે જાગ્યા ત્યારે નજારો કંઈક અલગ જ હતો. નલિયામાં ઠંડીનો પારો એટલો ગગડ્યો કે રણમાં બરફની ચાદર પથરાઈ. ચાલુ સીઝનમાં પહેલીવાર નલિયામાં ઠંડીનો પારો 3.8 ડિગ્રી પર પહોંચી ગયો. આ કાતિલ ઠંડીની અસર નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં જોવા મળી. વેડહાર મોટીના વાડી વિસ્તારોમાં તો રાત્રે પાર્ક કરેલા વાહન પર પણ બરફનું લેયર જામી ગયું. ખેતરોમાં પણ બરફના થર જોવા મળતા સ્થાનિકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. માત્ર નલિયા જ નહીં, ભુજ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું. વહેલી સવારે લોકો રસ્તા પર તાપણાનો સહારો લેતા દેખાયા. કાતિલ અને સૂકા પવનોની જનજીવન પર પણ વ્યાપક અસર પડી છે. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ
❄️ગુજરાતના રણમાં બરફની ચાદર🥶 - ShareChat
01:53