ShareChat
click to see wallet page
search
પૂનમ માડમ દેશમાં બીજા નંબરે: સંપત્તિ ₹147 કરોડને પાર2014 માં તેમની કુલ મિલકત ₹17.43 કરોડ હતી, જે 2024 માં વધીને ₹147.70 કરોડ પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર 10 વર્ષના ગાળામાં તેમની સંપત્તિમાં ₹130 કરોડ નો તોતિંગ વધારો થયો છે.કચ્છના સાંસદ Vinod Chavda (વિનોદ ચાવડા) ની આર્થિક પ્રગતિ પણ આંખે ઉડીને વળગે તેવી છે. 2014 માં તેમની સંપત્તિ માત્ર ₹56 લાખ હતી, જે 2024 માં વધીને ₹6.53 કરોડ થઈ ગઈ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેમની મિલકતમાં સરેરાશ 1100% નો જંગી વધારો થયો છે.સિક્કાની બીજી બાજુ જોઈએ તો, ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. 2014 માં તેમની પાસે ₹74.47 કરોડ ની મિલકત હતી, જે 2024 માં ઘટીને ₹34.98 કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમની સંપત્તિમાં લગભગ 47% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત જૂનાગઢના સાંસદ Rajesh Chudasama (રાજેશ ચુડાસમા) ની મિલકત ₹74 લાખ થી વધીને ₹2.60 કરોડ થઈ છે.ADR એ 2014 થી 2024 દરમિયાન રિપીટ થયેલા કુલ 102 સાંસદોના Affidavits (સોગંદનામા) નું વિશ્લેષણ કર્યું છે. આ રિપોર્ટ મુજબ: રિપીટ થયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ ₹15.76 કરોડ થી વધીને ₹33.13 કરોડ થઈ છે. કુલ સરેરાશ વધારો ₹17.36 કરોડ નોંધાયો છે, જે 110% ની વૃદ્ધિ દર્શાવે છે. પક્ષવાર જોઈએ તો, ભાજપના 65 સાંસદોની સંપત્તિમાં 108% અને કોંગ્રેસના 8 સાંસદોની સંપત્તિમાં 135% નો વધારો થયો છે. #🔥 બિગ અપડેટ્સ #✒ રાજકારણ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #💠ભાજપ #🗳️ ગુજરાત રાજકારણ
🔥 બિગ અપડેટ્સ - ShareChat