#😱21 કરોડની પાણીની ટાંકી ધરાશાયી #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥 #👀 અજબ-ગજબ 😍
ગુજરાતનાં બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા(તડકેશ્વર) ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. એને તોડવાનું શરૂ થયું, પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહિ. એને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું.
બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે, એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડડભૂસ થઈને બેસી પડી. હવે વિચારો… 75 વર્ષ પહેલાં કેટલું મજબૂત કામ થયું હશે ને આ નવુંનક્કોર કામ કેટલું નબળું હશે!
બે એન્જિનિયર સસ્પેન્ડ આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત, ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે, જેથી જવાબદારો સામે વધુ કાર્યવાહી થઈ શકે.
તો હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ X પર પોસ્ટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
00:29

