નવા DGPની નિમણૂક બાદ 14 IPSને પ્રમોશન: 5 IASને ACS તરીકે બઢતી, 28 IPSને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અને સિલેક્શન ગ્રેડમાં બઢતી; જુઓ સંપૂર્ણ લિસ્ટ - Ahmedabad News
ગુજરાતમાં DGP તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે, સાથે જ નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરીને અધિકારી વર્ગને શુભ સંદેશો આપ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ IAS અને IPS કેડરમાં વ્યાપક સ્તરે બઢતી આપવામાં આવી છે. | ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા ડીજીપી તરીકે રાવની નિણમૂક કરાયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશનના ઓર્ડર કરાયા છે.