#😰ભીષણ આગમાં 7ના મોત, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પ્રજાસત્તાક પર્વની સવાર માતમમાં ફેરવાઈ ગઈ હતી. શહેરના આનંદપુર (નાઝીરાબાદ) વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત મોમો ચેઈનની ફેક્ટરી અને ગોદામમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોતની પુષ્ટિ થઈ છે,આનંદપુરના આ ગોદામમાં જ્વલનશીલ પદાર્થોનો મોટો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.આગ એટલી ભીષણ હતી કે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે તંત્ર ભારે મહેનત કરી રહ્યું છે. ફેક્ટરીના એવા હિસ્સાઓ જ્યાં માણસોનું જવું અશક્ય છે, ત્યાં રોબોટિક કેમેરા અને સેન્સર મોકલીને તપાસ કરવામાં આવી રહી છે. કાટમાળ હટાવવા માટે અનેક જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જે મૃતદેહો મળી આવ્યા છે તે એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે DNA ટેસ્ટની મદદ લેવી પડી શકે છે.ગોદામની બહાર લાપતા લોકોના પરિવારજનો આશા અને ભય સાથે રાહ જોઈ રહ્યા છે. ૨૦ લોકોના કોઈ સગડ ન મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.
#તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
00:54

