ShareChat
click to see wallet page
search
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી ભીમરાડ વિસ્તારમાં આવેલા શિવ રેસિડેન્સીના ચાર ટાવરોને સુરત મહાનગરપાલિકા દ્વારા અચાનક સીલ કરવામાં આવતા મોટી માનવ સમસ્યા ઊભી થઈ છે. સીલની કાર્યવાહીથી બાળકો, વૃદ્ધો સહિત અંદાજે 400થી વધુ રહીશોની હાલત ગંભીર બની છે. છેલ્લા 15 વર્ષથી જે મકાનમાં લોકો આશરો લઈ રહ્યા હતા તે હવે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ રહિશો સંપૂર્ણ રીતે અસહાય બની ગયા છે. રહેણાંક ટાવરો સીલ થતા પાણી, વીજળી અને આવાગમન જેવી મૂળભૂત સુવિધાઓ પર અસર પડી છે, જેના કારણે લોકોની હાલત અત્યંત દયનીય બની છે. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા રહીશોએ રસ્તો બંધ કરી તાત્કાલિક ન્યાય અને યોગ્ય ઉકેલની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભીમરાડ વિસ્તારમાં રાજલક્ષ્મી બિલ્ડરના બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટના ખોદાણ દરમિયાન પ્રોટેકશન વોલ ધસી પડતાં શિવ રેસિડેન્સીના ટાવરોને જોખમ ઊભું થયું હતું. આ ખોદાણના કારણે આસપાસના મકાનોની સલામતી પર પ્રશ્ન ઊભા થયા છે. રહીશોનો આરોપ છે કે બિલ્ડરની બેદરકારી અને યોગ્ય દેખરેખના અભાવે તેમની જિંદગી જોખમમાં મૂકાઈ છે. હાલ લોકો મહાનગરપાલિકા અને બિલ્ડર બંને સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે અને માંગ ઉઠી છે કે જ્યાં સુધી કાયમી અને સુરક્ષિત ઉકેલ ન આવે ત્યાં સુધી રહીશોને રાહત અને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bhimrad #althan #shivresidency #rajlaxmibuilder #brightstone
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:19