હું તારી રાહ જોઈશ તારે
આવવું કે ના આવવું એ તારી ઇચ્છા!
તને મનાવવા કોશિશ કરીશ પણ
તું જ માની જા એ તારી ઇચ્છા!
ખબર નથી શું છે તારામાં કે
તને મળવાની વારંવાર ઇચ્છા થાય
પણ તને થાય એ તારી ઇચ્છા!
તને ચાહવું એ મારું સૌભાગ્ય છે
પણ તું મને જ ચાહે એ તારી ઇચ્છા!
જીવ,છેલ્લા શ્વાસ સુધી તારું બની રહેવું છે પણ
તું મારું જ બની રહે એ તારી ઇચ્છા!
#💔 પ્રેમનું દર્દ #😢 Miss you

