#🏖️કિંજલ દવેનું મંગેતર સાથે માલદિવ્સમાં વેકેશન, કિંજલ દવે મંગેતર ધ્રુવિન શાહ સાથે હાલ માલદિવ્સ ખાતે વેકેશનની મઝા માણી રહ્યા છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. આ તસ્વીરોમાં કિંજલ અને ધ્રુવિન એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે હાલ થોડો સમય કામથી દૂર રહીને રજાઓનો આનંદ માણી રહી છે. પોતાના મંગેતર ધ્રુવિન શાહ સાથે તે માલદિવ્સમાં ટાઈમ પસાર કરી રહી છે. ખાસ વાત એ છે કે આ રોમેન્ટિક વેકેશન માટે બંનેએ પ્રાઇવેટ જેટ દ્વારા મુસાફરી કરી હતી. જેની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈને ચાહકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રાઇવેટ જેટની અંદર અને બહારના ફોટો તેમજ વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે. તસવીરોમાં કિંજલ અને ધ્રુવિન સાથે અલગ જ ટ્રેન્ડી અંદાજમાં દેખાઈ રહ્યા છે. તેમની આ વૈભવી મુસાફરીએ ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે. જ્યાં લોકો આ જોડીને દિલથી વખાણી રહ્યા છે અને તેમને પ્રેમથી “રોયલ કપલ” કહીને સંબોધી રહ્યા છે.માલદિવ્સ પહોંચ્યા પછી કિંજલ દવેએ માલદિવ્સના બ્લુ વોટર અને સુંદર રિસોર્ટની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દરિયા કિનારે હળવા અંદાજમાં કિંજલ દવેની આ તસ્વીરો રોકેટ ગતિએ વાયરલ થઈ જવા પામી હતી. કિંજલ દવે તેના વિદેશ પ્રવાસના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. આ વખતે પ્રાઈવેટ જેટમાં તેની મુસાફરીએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે.
#❄️હેપ્પી શિયાળો🥶 #😎 સેલિબ્રિટી અપડેટ્સ #😎 સેલિબ્રિટી જંકશન #💓 પ્રેમ વિડિઓ
00:50

