ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #સુરત સુરત શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં BRTS બસમાં ફરજ પર રહેલા ડ્રાઇવર પર એક મહિલા મુસાફરે ઉગ્ર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વાય-જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત BRTS બસમાં અગાઉ બસ અધવચ્ચે ઊભી ન રાખવા મુદ્દે થયેલા વિવાદ બાદ ગત રોજ વેસુ વિસ્તારમાં જે.એચ. અંબાણી સ્કૂલ નજીકના બસ સ્ટેન્ડ પર મહિલાએ બસમાં ચડીને સીધા ડ્રાઇવરની કેબિનમાં ઘુસી કોલર પકડી લીધો હતો. મહિલાએ પહેલા તમાચા માર્યા હતા અને ત્યારબાદ હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઇવરના માથા પર જોરદાર પ્રહાર કરતા ડ્રાઇવર લો/હીલુહાણ થયો હતો અને બસની અંદર લો/હીના ટપકા પડ્યા હતા. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ઇજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ CCTV ફૂટેજના આધારે મહિલા મુસાફરની ઓળખ કરવામાં આવી રહી છે અને સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ તથા શારીરિક ઈજા પહોંચાડવાના ગુનામાં કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ BRTSમાં ફરજ બજાવતા ડ્રાઇવરોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. #Surat #BRTS #Vesu #PublicTransport #BusDriver Surat | BRTS Bus | Vesu | Bus Driver Attack | CCTV Footage | Public Transport | Police Complaint
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:15