#🗞️ ગુજરાત અપડેટ્સ
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ્ યુનિટી એકતાનગર ખાતે રવિવારે આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો અધિકારીઓએ ફુગ્ગા ઉડાવીને ખુલ્લો મુક્યો હતો.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં રેવાના તીરે નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026ની શાનદાર ઉજવણીમાં દેશ-વિદેશથી પધારેલ પતંગબાજોને કંકુ-તિલક કરીને આવકાર્યા હતાં. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે. જેમાં દેશ-વિદેશના પંતગબાજો ભાગ લેતા હોય છે. જેને દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને હવે તે માત્ર એક તહેવાર નથી પણ એક મહોત્સવ બની ગયો છે. સરકારના સહયોગથી આ મહોત્સવ ગુજરાતના વિવિધ શહેરો અને ઐતિહાસિક સ્થળોએ 8મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી યોજાનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સહભાગીતા જોવા મળે છે. ગુજરાતના સુરત, ખંભાત અને નડિયાદનો માંજો અને દોરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.કે.મોદી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને SOUના અધિકારીઓ/કર્મચારીઓ સહિત સુરક્ષા કર્મીઓ અને જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. #🤩આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ🪁

