#🏅પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત #સુરત સમાચાર જૂનાગઢના પ્રસિદ્ધ ઢોલક વાદક હાજી રમકડું તરીકે ઓળખાતા હાજીભાઈ કાસમભાઈ મીરની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતાં ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા છ દાયકાથી ઢોલકની થાપ પર દેશ-વિદેશમાં ગુજરાતી લોકકળાનો ડંકો વગાડનાર 80 વર્ષીય હાજી રમકડુંને જ્યારે આ સન્માનની જાણ થઈ ત્યારે તેઓ ભાવુક બની ગયા હતા. પ્રાણલાલ વ્યાસ, હેમુભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ અને કાનદાસ બાપુ જેવા લોકસંગીતના મહાન કલાકારો સાથે સંગત કરી તેમણે ભજન અને ડાયરાની દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની કલાના પ્રશંસક રહ્યા છે અને આજે ભારત સરકાર દ્વારા અપાયેલા પદ્મશ્રી સન્માને તેમની જીવનભરની સાધનાને માન્યતા આપી છે. હાજી રમકડુંને મળેલ આ સન્માન જૂનાગઢ માટે ગર્વની ક્ષણ બની છે અને પાયાના સ્તરે કલાસેવા કરતા કલાકારો માટે પ્રેરણારૂપ બન્યું છે. 🙏🥁
#Surat #Junagadh #PadmaShri #GujaratiCulture #HajiRamakdu
Junagadh | Haji Ramkadu | Padma Shri Award | Dholak Player | Gujarati Folk Music | Narendra Modi | 77th Republic Day | Gujarat | Pride Moment | Hajibhai Kasambhai Mir | Ramakdu | Dholak Vadak | Ustad
01:08

