ShareChat
click to see wallet page
search
#🪙બજેટમાં શું સસ્તુ શું મોંઘુ❓, લાંબા સમયના ઇન્તઝાર પછી આખરે મધર ઓફ ઓલ ડિલ્સ સાઇન થઈ ગઈ છે અને એગ્રીમેન્ટ સાઇન થઈ ગયો છે. બંને પક્ષોએ ટેરિફમાં સમજૂતી પૂર્વક કાપ મૂકવાની સહમતિ દર્શાવી છે. હાલના સમયમાં વ્યાપેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ ડીલ ઘણી મહત્ત્વની બની હતી. આનાથી ભારત અને યુરોપિયન દેશો વચ્ચે ટ્રેડ વધશે. યુરોપિયન યુનિયન અનુસાર આ ટ્રેડ એગ્રીમેન્ટ પછી ઈન્ડિયાને એક્સપોર્ટ થતી 90% પ્રોડક્ટ પર લાગતો ટેરિફ ઓછો થઈ જશે. જેના કારણે વર્ષ 2032 સુધી યુરોપિયન યુનિયનનું ભારતમાં એક્સપોર્ટ બમણું થઈ જશે. ચાલો જાણીએ કે આ ડીલ પછી કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે.બીયર પર લાગતાં ટેકસમાં ટેરિફ ઘટયા પછી ટેકસ 50% થઈ જશે. હાલના સમયમાં આના પર 110% ટેરિફ લાગે છે. સ્પ્રિટ્સ ( રમ વગેરે) પર હાલ 150% ટેકસ લાગે છે જે ઘટીને 40% થઈ જશે. વાઇન પર ઈન્ડિયા EU ડીલ પહેલા 150% ટેરિફ આપવો પડતો હતો. પરંતુ હવે 20% (પ્રીમિયમ રેન્જ) અને 30% (મીડિયમ રેન્જ) નો ટેરિફ આપવાનો રહેશે. ખાદ્ય તેલ પર લાગતું 50% ટેરિફ ઘટીને 0 થઈ જશે. કિવિ અને નાસપતિ પણ સસ્તું થઈ જશે. હાલ આના પર 33% ટેકસ લાગે છે જે પછીથી 10% થઈ જશે. પણ તે કોટા પર આધારિત રહેશે. ફ્રૂટ જ્યુસ અને નોન આલ્કોહોલિક બીયર પણ સસ્તું થઈ જશે. હાલ આના પર 55% ટેકસ આપવો પડે છે જે 0 થઈ જશે. બિસ્કિટ, પેસ્ટ્રી, બ્રેડ, પાસ્તા, ચોકલેટ, પાલતુ જાનવરો માટે ફૂડ આઈટમ પર ઓછો ખર્ચો કરવો પડશે. તેના પર ટેરિફ 50% થી ઘટીને 0 કરી દેવામાં આવ્યો છે. સોસેજ અને અન્ય માંસાહારી પ્રોડક્ટ પર પણ 110% ટેરિફ ઘટાડીને 50% કરી દેવામાં આવશે.મશીનરી અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર 44% ટેરિફ લાગતો હતો જે ઘટીને લગભગ 0 કરી દેવાયો છે. એયર ક્રાફ્ટ અને સ્પેસ એયરક્રાફ્ટ પર 11% ટેરિફ ઘટડીને 0 કરી દેવાયો છે. પ્લાસ્ટિક પર હાલ 16.50% ટેકસ આપવો પડે છે તે પણ 0% કરી દેવાયો છે. કેમિકલ, આયર્ન એન્ડ સ્ટીલ, ફાર્માસ્યુટિકલ પર લાગતો ટેકસ પણ ઝીરો થઈ જશે. મોટર વેહિકલ્સ પર લાગતો 110% ટેકસ ઘટીને માત્ર 10% થઈ જશે. #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ
🪙બજેટમાં શું સસ્તુ શું મોંઘુ❓ - VS LCD LED Hig? G%े२भi शुं शश्तुं थने शुं VS LCD LED Hig? G%े२भi शुं शश्तुं थने शुं - ShareChat