#📢ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, બિહારના પાંચ વખતના ધારાસભ્ય નિતિન નબિન સોમવારે ભારતીય જનતા પાર્ટીના(ભાજપ) રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરિફ ચૂંટાયા છે. 45 વર્ષની ઉંમરે તેઓ આ પદ સંભાળનાર અત્યાર સુધીના સૌથી યુવા નેતા બન્યા છે. મંગળવારે તેમના નામની સત્તાવાર જાહેરાત થશે. આ સાથે પાર્ટીના સંગઠનાત્મક નેતૃત્વમાં પેઢીગત પરિવર્તન અને નવા યુગના આરંભનો સંકેત મળશે. નોંધનીય છે કે ભાજપની સ્થાપના 1980માં થઈ હતી એ જ વર્ષમાં નિતિન નબિનનો જન્મ થયો હતો.ભાજપ હેડક્વાર્ટર ખાતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હોવાથી નબીન બિનહરીફ ચૂંટાયા હતા. નીતિનને 14 ડિસેમ્બર, 2025ના રોજ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આજથી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. PM નરેન્દ્ર મોદી ભાજપ હેટક્વાર્ટર સંબોધન કરતા કહ્યું- ભાજપે શુન્યથી લઈને શીખર સુધીની યાત્રા જોઈ છે.આજે સવારે નવીન દિલ્હીમાં ભગવાન વાલ્મીકિ મંદિર, ગુરુદ્વારા બંગલા સાહિબ અને ઝંડેવાલન મંદિર ગયા અને માથું ટેકવ્યું. 45 વર્ષના નબીન પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. તેમના પહેલા અમિત શાહ 49 વર્ષની ઉંમરે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
#તાજા સમાચાર #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ
![📢ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ - ~ a BP शा சசப 0 ভাজপা 3ಣ0 09 0/00/ IHபT - नितिन नजिन ९I४पन| शष्ट्रीथ 31821841 d33 @@idsRs] ಬ2al ~ a BP शा சசப 0 ভাজপা 3ಣ0 09 0/00/ IHபT - नितिन नजिन ९I४पन| शष्ट्रीथ 31821841 d33 @@idsRs] ಬ2al - ShareChat 📢ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ - ~ a BP शा சசப 0 ভাজপা 3ಣ0 09 0/00/ IHபT - नितिन नजिन ९I४पन| शष्ट्रीथ 31821841 d33 @@idsRs] ಬ2al ~ a BP शा சசப 0 ভাজপা 3ಣ0 09 0/00/ IHபT - नितिन नजिन ९I४पन| शष्ट्रीथ 31821841 d33 @@idsRs] ಬ2al - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_390628_20b8b42b_1768892389217_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=217_sc.jpg)

