ShareChat
click to see wallet page
search
જ્યારે ખુશીની મહેફિલમાં તનહાઈ લાગશે, એ ખામોશ પળમાં મને યાદ કરજે. હોઠ પર હાસ્ય હશે, દિલ ભારેલું હશે, આંખ ભીની થાય ત્યારે યાદ કરજે. જે વચનોને સમયની ધૂળ ઢાંકી દેશે, એ તૂટેલા શબ્દોમાં મને યાદ કરજે. હું કોઈ શિકવા સાથે પાછો નહીં આવું, ફક્ત દિલ થાકી જાય ત્યારે યાદ કરજે. તું કોઈ બીજાની બાહોમાં સુરક્ષિત હશે, પણ જૂની રાહો ડરાવશે, ત્યારે યાદ કરજે. ઇશ્ક જો પ્રશ્ન બની ઊભો રહેશે સામે, એનો જવાબ ન મળે ત્યારે યાદ કરજે. “માધવ” હવે કોઈ હક નથી માંગતો, ફક્ત જરૂર પડે એ ક્ષણે યાદ કરજે. #💖 Dil Shayarana #💔 પ્રેમનું દર્દ #🤣 વાહ રે જીંદગી 😥 #😥દર્દ ભરેલા ગીતો
💖 Dil Shayarana - ShareChat
00:15