ShareChat
click to see wallet page
search
Swaminarayan Divine Vision આપણે બધા એક જ શિક્ષાપત્રી વાંચીએ, એક જ વચનામૃત વાંચીએ અને એક જ ભગવાન સ્વામિનારાયણનું રટણ કરીએ અને એમાં જાત-જાતના ફાંટાઓ થયા તે ફાંટા ન થવા જોઈએ. મંડળો થવા જોઈએ. અને એકબીજાનો વિરોધ ન કરવો જોઈએ અને એક સૂરમાં ભગવાન સ્વામિનારાયણને સમગ્ર વિશ્વમાં જો ગાજતા કરીએ તો કેટલાય જીવોનું સારું થઈ જાય. માટે એક સૂર; કોઈ વિરોધ નહિ. અમદાવાદ, વડતાલ, ભુજ તેમ જ ગુરુકુળ આ બધા એક જ ભગવાનના મંડળો છે. કોઈ બે-પાંચ સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ છે અને અમે આ સ્વામિનારાયણને માનીએ છીએ, તમે પેલા સ્વામિનારાયણને માનો છો એવું તો કોઈ બોલતા નથી. જો એકબીજા મંડળો વચ્ચે વિરોધ હોય તો એ બતાવે છે કે આપણે મહારાજને બરાબર સમજ્યા નથી. જો બરાબર સમજ્યા હોઈએ તો વિરોધ જેવી વસ્તુ રહે નહિ. બાપાશ્રીએ તો એમ કહ્યું કે જે પંચ વર્તમાન પાળે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળે અને ભગવાનને જેવા છે તેવા ઓળખે એ બધા એક મંડળ છે. એ જુદા જુદા મંડળ નથી. અને જુદા જુદા મંડળ સમજે તો ભગવાનનો અપરાધ થાય. આ બાપાશ્રીની જે વાણી તે જીવનમાં ઉતારવા જેવી છે. અને એવો સુલેહ સાધવો જોઈએ કે સંઘર્ષ કે ઝઘડા જેવું કંઈ રહે જ નહિ. અદેખાઈ, ઈર્ષ્યા, દ્વેષ આ શું? કદીપણ નહિ. #jay swaminarayan #જય સ્વામિનારાયણ #જય સ્વામીનારાયણ #swaminarayan
jay swaminarayan - ShareChat
00:26