#😱બે ટ્રેનની ભયંકર ટક્કર 39 લોકોનાં મોત, ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. સ્પેનના કોર્ડોબા પ્રાંતમાં રવિવારે રાત્રે એક ટ્રેન પાટા પરથી ઉતરીને બીજી ટ્રેન સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે, જ્યારે 73 મુસાફરો ઘાયલ છે. બંને ટ્રેનમાં લગભગ 500 મુસાફરો સવાર હતા.સ્પેનના પરિવહન મંત્રીએ કહ્યું કે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે આ ઘટના "ખરેખર વિચિત્ર" ઘટના ગણાવી કારણ કે આ અકસ્માત ટ્રેકના એક સપાટ ભાગ પર થયો હતો, જેને મે મહિનામાં ફરીથી બનાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જે ટ્રેન પાટા પરથી ઉતરી હતી તે ચાર વર્ષથી પણ ઓછી જૂની હતી. તે ટ્રેન ખાનગી કંપની ઇરયોની હતી, જ્યારે બીજી ટ્રેન, જે અકસ્માતનો ભોગ બની હતી, તે સ્પેનની સાર્વજનિક ટ્રેન કંપની રેનફેની હતી.રિપોર્ટ અનુસાર, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરીને નજીકની લાઇન પર જતી રહી અને ત્યાં મેડ્રિડ–હુએલ્વા રૂટ પર ચાલી રહેલી AVE ટ્રેન સાથે અથડાઈ.
સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રી એન્ટોનિયો સેંજે જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે અને ઘાયલોને છ અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
#આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ


