#😲ભયાનક ટ્રેન અકસ્માત, 22ના મોત, 40 ઘાયલ🚆 થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, ટ્રેક પર દોડતી ટ્રેન પર ક્રેન પડી, 22 લોકોના દર્દનાક મોત, 30 ઈજાગ્રસ્ત
થાઈલેન્ડની રાજધાની બેંગકોકની નજીક બુધવારે સવારે એક ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. એક નિર્માણાધીન પ્રોજેક્ટની ક્રેન ચાલતી ટ્રેનના ડબ્બા પર પડતાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી.સ્થાનિક પોલીસ વડા થચાપોન ચિન્નાવોંગે જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે". ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. #🌏 વિદેશની અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 @≛⃝ 🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟ ✨✮⃝


