ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત સમાચાર સુરત સિવિલ હોસ્પિટલમાંથી માનવતા શરમાય તેવી ઘટના સામે આવી છે. ઇમર્જન્સી દર્દીને સમયસર સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા તેના પુત્રએ પિતાને ખભે ઉંચકીને દોડવા મજબૂર થવાનું બન્યું. કાનમાં ગંભીર ઈજા થતાં લોહી લુહાણ હાલતમાં દર્દીને લાવવામાં આવ્યો હતો, છતાં એક કલાકથી વધુ સમય સુધી યોગ્ય સારવાર ન મળ્યાના આક્ષેપો ઊઠ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ સિવિલ હોસ્પિટલની તંત્ર વ્યવસ્થા, સુવિધાઓ અને તાકીદની સેવા પ્રત્યેના વલણ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લોકોને પ્રશ્ન છે કે જ્યારે આ છે સ્થિતિ સૌથી મોટી સરકારી હોસ્પિટલની, તો સામાન્ય દર્દીઓને ન્યાય અને સારવાર કેવી રીતે મળે? જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માગ ઉઠી રહી છે. #Surat #CivilHospital #HealthSystem #ViralVideo #PublicConcern Surat civil hospital | stretcher issue | emergency patient | viral video | healthcare negligence | Surat News
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:22